الودود
كلمة (الودود) في اللغة صيغة مبالغة على وزن (فَعول) من الودّ وهو...
૨૦) તમારો પાલનહાર સારી રીતે જાણે છે કે તમે અને તમારા સાથેનું એક જૂથ લગભગ બે-તૃતિયાંશ રાત અને અડધી રાત અથવા એક- તૃતિયાંશ રાતમાં તહજ્જુદ (મોડી રાત્રે પઢવામાં આવતી નમાઝ) પઢે છે.
અને રાત દિવસનો હિસાબ અલ્લાહ તઆલા પાસે જ છે, તે (ખૂબ) જ જાણે છે કે તમે તેને કદાપી પાળી નહી શકો બસ ! તેણે તમારા પર કૃપા કરી, જેથી જેટલું કુરઆન પઢવું તમારા માટે સરળ હોય તેટલું જ પઢો.
તે જાણે છે કે તમારામાંથી કેટલાક બિમાર પણ હશે, કેટલાક બીજા ધરતી પર હરી-ફરીને અલ્લાહ તઆલાની કૃપા (એટલે કે રોજી) પણ શોધશે અને કેટલાક લોકો અલ્લાહ તઆલાના રસ્તામાં જિહાદ (ધાર્મિક યુધ્ધ) પણ કરશે, તો તમે જેટલું કુરઆન સરળતાથી પઢી શકો પઢો અને નમાઝ પાબંદીથી પઢતા રહો અને ઝકાત (ધર્મદાન) આપતા રહો અને અલ્લાહ તઆલાને સારૂ ઋણ આપો અને જે સદકાર્ય તમે તમારા માટે આગળ મોકલશો તેને અલ્લાહ તઆલાને ત્યાં અતિઉત્તમ અને બદલામાં ખુબજ વધારે પામશો, અલ્લાહ તઆલા પાસે ક્ષમા માંગતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા ક્ષમા કરનાર કૃપાવાળો છે.